OJAS GSSSB Revenue Talati Mains Call Letter 2025 : GSSSB રેવન્યુ તલાટી મુખ્ય પરીક્ષા માટેનું કોલલેટર (Admit Card) બહાર પાડવામાં છે! પ્રિલીમ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો હવે OJAS.gujarat.gov.in પરથી સીધું કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. જાણો કેવી રીતે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવું અને પરીક્ષાની મહત્વપૂર્ણ વિગતો.
ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) એ રેવન્યુ તલાટી મુખ્ય પરીક્ષા 2025 માટેનું એડમિટ કાર્ડ 06 ઓક્ટોમ્બર, 2025 ના રોજ સત્તાવાર રીતે જાહેર કર્યું છે. હવે પરીક્ષામાં હાજર રહેવા ઈચ્છતા તમામ ઉમેદવારો gsssb.gujarat.gov.in પરથી પોતાનું GSSSB રેવન્યુ તલાટી એડમિટ કાર્ડ 2025 ડાઉનલોડ કરી શકે છે.
આ ભરતીની પ્રિલીમ પરીક્ષા 14 સપ્ટેમ્બર, 2025 ના રોજ ગુજરાત રાજ્યના વિવિધ કેન્દ્રોમાં યોજાઈ હતી. હવે મુખ્ય પરીક્ષા ૧૪/૧૦/૨૦૨૫ થી ૧૬/૧૦/૨૦૨૫ દરમિયાન વિવિધ કેન્દ્રો ઉપર યોજાશે.
GSSSB રેવન્યુ તલાટી કોલ લેટર 2025
- GSSSB દ્વારા બહાર પાડવામાં આવેલા આ એડમિટ કાર્ડમાં ઉમેદવારનું નામ, રોલ નંબર, પરીક્ષા તારીખ, સમય અને કેન્દ્રની માહિતી આપવામાં આવી છે.
- જે ઉમેદવારોએ પ્રિલીમ પરીક્ષા પાસ કરી છે તેઓ સત્તાવાર વેબસાઇટ પરથી પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી પોતાનું એડમિટ કાર્ડ સરળતાથી મેળવી શકે છે.
ડાયરેક્ટ લિંક: https://ojas.gujarat.gov.in
OJAS gsssb Revenue Talati Mains Call Letter 2025 કેવી રીતે ડાઉનલોડ કરવું ?
1️⃣ સત્તાવાર વેબસાઇટ ખોલો: https://ojas.gujarat.gov.in
2️⃣ હોમપેજ પર “Admit Card” વિભાગમાં જાઓ.
3️⃣ ત્યાંથી “GSSSB Revenue Talati Admit Card 2025” લિંક શોધો.
4️⃣ તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
5️⃣ “Submit” પર ક્લિક કર્યા પછી તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
6️⃣ કોલ લેટરની PDF ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ કાઢી રાખો.
મહત્વપૂર્ણ સૂચના
- એડમિટ કાર્ડ વિના ઉમેદવારને પરીક્ષા હોલમાં પ્રવેશ આપવામાં આવશે નહિ.
- એડમિટ કાર્ડ સાથે એક ફોટો ID પ્રૂફ (Aadhaar, PAN, DL) ફરજિયાત રાખવો જરૂરી છે.
Revenue Talati Mains Exam Call Letter Download Link: Click Here (OJAS Website)
વિવિધ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.









