---Advertisement---

ONGC Recruitment 2025: ધો.10 થી લઈને ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો માટે મોટી તક! 2623 જગ્યાઓ પર ભરતી, જાણો તમામ માહિતી

Published On: October 21, 2025
Follow Us
---Advertisement---

ONGC Apprentice Recruitment 2025 માટે ધો.10, ITI, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે 2623 જગ્યાઓ પર ભરતી શરૂ. અરજીની છેલ્લી તારીખ 6 નવેમ્બર 2025. જાણો લાયકાત, પગાર, અને પસંદગી પ્રક્રિયા.

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) દ્વારા Apprentice પદ માટે 2623 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આમાં ધોરણ 10 પાસથી લઈને B.Com, B.Sc, ITI, ડિપ્લોમા સુધીના ઉમેદવારો માટે તક છે.

ONGC ભરતી 2025ની મુખ્ય માહિતી

વિગત માહિતી
સંસ્થા ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)
પોસ્ટ એપ્રેન્ટિસ (Apprentice)
કુલ જગ્યાઓ 2623
વય મર્યાદા 18 થી 24 વર્ષ
અરજી મોડ ઓનલાઈન
અંતિમ તારીખ 6 નવેમ્બર 2025
વેબસાઇટ ongcindia.com

કુલ જગ્યાઓની માહિતી

  • ઉત્તર ક્ષેત્ર 165
  • મુંબઈ ક્ષેત્ર 569
  • પશ્ચિમ ક્ષેત્ર 856
  • પૂર્વીય ક્ષેત્ર 458
  • દક્ષિણ ક્ષેત્ર 322
  • મધ્ય ક્ષેત્ર 253

ONGC Apprentice Recruitment 2025 : શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારોએ સંબંધિત ટ્રેડમાં ITI, ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ.
  • જેમ કે – મિકેનિક, ઇલેક્ટ્રોનિક્સ, ફાયર સેફ્ટી ટેકનિશિયન, મેડિકલ લેબ ટેકનિશિયન, કમ્પ્યુટર ઓપરેટર, સિવિલ ડ્રાફ્ટ્સમેન, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ વગેરે ક્ષેત્રોમાં લાયકાત ધરાવનાર ઉમેદવારો અરજી કરી શકે છે.

ONGC Bharti 2025 – વય મર્યાદા

ઉંમર 18 થી 24 વર્ષ વચ્ચે હોવી જોઈએ. એટલે કે, 6 નવેમ્બર 2001 થી 6 નવેમ્બર 2007 વચ્ચે જન્મેલા ઉમેદવારો અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખો

  • અરજીની શરૂઆત: 16 ઓક્ટોબર 2025
  • અંતિમ તારીખ: 6 નવેમ્બર 2025
  • પરિણામ જાહેર થવાની તારીખ: 26 નવેમ્બર 2025

સ્ટાઇપેન્ડ (પગાર)

  • પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને ₹8,200 થી ₹12,300 સુધીનું સ્ટાઇપેન્ડ મળશે.
  • સંપૂર્ણ તાલીમ સમયગાળો એક વર્ષનો રહેશે.

ONGC Apprentice 2025 Vacancy : પસંદગી પ્રક્રિયા

ONGC એપ્રેન્ટિસ માટે પસંદગી ઉમેદવારના ગુણના આધારે એટલે કે મેરિટ આધારિત રહેશે.

જો બે ઉમેદવારના ગુણ સમાન હોય, તો ઉંમર વધુ ધરાવતા ઉમેદવારને પ્રથમ અગ્રતા આપવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારો ongcindia.com પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

અરજી કરવા માટે લાયકાત મુજબ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે.

મહત્વપૂર્ણ લિંક્સ
ઓનલાઈન અરજી કરો (ટ્રેડ એપ્રેન્ટિસ)અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો (સ્નાતક / ટેક. એપ્રેન્ટિસ)અહીં ક્લિક કરો
સૂચના ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

ONGC Apprentice Recruitment 2025 હેઠળ ભારતભરમાં વિવિધ ક્ષેત્રોમાં 2623 જગ્યાઓ માટે ભરતી શરૂ થઈ ગઈ છે. ધો.10, ITI, ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે આ છે સરકારી નોકરી મેળવવાની સોનેરી તક છે.

વિવિધ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.

Krishu Chaudhary

હું એક કન્ટેન્ટ રાઇટર છું, મને નોકરી, બિઝનેસ અને કરિયર સંબંધિત વિષયો પર લખવાનો 10 વર્ષથી વધુનો અનુભવ છે. હું ખાસ કરીને ઉપયોગી અને સહેલાઈથી સમજાય તેવી માહિતી આપતા લેખ લખું છું, જેથી વાચકોને નવી તક અને તાજી અપડેટ્સ વિશે જાણકારી મળી શકે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

Leave a Comment