Oppo Find X9 Pro : 200MP કેમેરા, 7500mAh બેટરી, અને શક્તિશાળી MediaTek Dimensity 9500 પ્રોસેસર સાથે આવે છે. જાણો તેની કિંમત, સ્પેસિફિકેશન્સ અને ખાસ ફીચર્સ.
સ્માર્ટફોન માર્કેટમાં ઓપ્પો ફરી એકવાર ધમાકો મચાવ્યો છે! કંપનીએ ચીનમાં પોતાની નવી Oppo Find X9 Series લોન્ચ કરી છે.
જેમાં બે મોસ્ટ અવેઈટેડ હેન્ડસેટ્સ Oppo Find X9 અને Oppo Find X9 Pro સામેલ છે. આ સ્માર્ટફોન્સ માત્ર દેખાવમાં જ નહીં, પરંતુ ફીચર્સમાં પણ ધાકડ છે.
ખાસ કરીને પ્રો વેરિઅન્ટમાં 200MP પેરિસ્કોપ કેમેરા અને 7500mAh બેટરીને કારણે સ્માર્ટફોન લવર્સમાં ભારે ચર્ચા છે.
Oppo Find X9, Find X9 Pro ભાવ (Price)
ચીનમાં Oppo Find X9 ના બેઝ મોડલ (12GB RAM + 256GB સ્ટોરેજ) ની કિંમત 4,399 યુઆન (લગભગ ₹54,300) રાખવામાં આવી છે.
જ્યારે હાઇએન્ડ વેરિઅન્ટ્સની કિંમત નીચે મુજબ છે:
- 16GB + 256GB : 4,699 યુઆન (₹58,000)
- 12GB + 512GB : 4,999 યુઆન (₹61,700)
- 16GB + 512GB : 5,299 યુઆન (₹65,400)
- 16GB + 1TB : 5,799 યુઆન (₹71,600)
તે જ રીતે Oppo Find X9 Pro ના ભાવ પણ ખૂબ જ પ્રીમિયમ છે:
- 12GB + 256GB : 5,299 યુઆન (₹65,400)
- 12GB + 512GB : 5,699 યુઆન (₹70,300)
- 16GB + 512GB : 5,999 યુઆન (₹74,100)
- 16GB + 1TB : 6,699 યુઆન (₹82,700)
Oppo Find X9 Pro, Find X9 Features:
ડિસ્પ્લે: Find X9 Proમાં 6.78 ઇંચની 1.5K (2772×1272 પિક્સેલ્સ) LTPO ડિસ્પ્લે છે, જ્યારે Find X9 માં 6.59 ઇંચની 1.5K ડિસ્પ્લે મળે છે.
બંનેમાં 120Hz રિફ્રેશ રેટ, 1800 નિટ્સ બ્રાઇટનેસ, HDR10+, Dolby Vision, અને Always-On Display (AOD) સપોર્ટ છે.
પ્રોસેસર અને સોફ્ટવેર: બંને સ્માર્ટફોન્સમાં શક્તિશાળી MediaTek Dimensity 9500 ચિપસેટ આપવામાં આવ્યો છે. સાથે મળે છે 16GB સુધી RAM અને 1TB સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ.
ફોન Android 16 આધારિત ColorOS 16 પર ચાલે છે.
કેમેરા : Find X9માં 50MP Sony LYT-828 પ્રાઇમરી સેન્સર, 50MP Sony LYT-600 ટેલિફોટો લેન્સ અને 50MP Samsung JN5 અલ્ટ્રાવાઇડ કેમેરા છે.
સેલ્ફી માટે 32MP ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
Find X9 Proમાં પણ એ જ પ્રાઇમરી અને અલ્ટ્રાવાઇડ સેન્સર છે, પરંતુ તેમાં 200MP પેરિસ્કોપ લેન્સ છે જે 200x ડિજિટલ ઝૂમ સપોર્ટ કરે છે. સેલ્ફી માટે 50MP ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
બેટરી અને ચાર્જિંગ: Find X9 Proમાં 7500mAh અને Find X9માં 7025mAh બેટરી છે. બંને ફોનમાં 80W વાયરડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.
ડિઝાઇન અને ટકાઉપણું: ફોન IP66, IP68 અને IP69 રેટિંગ સાથે આવે છે, એટલે કે ધૂળ અને પાણીથી સંપૂર્ણ સુરક્ષા આપે છે.
કનેક્ટિવિટી: 5G, 4G LTE, Wi-Fi, Bluetooth, GPS અને USB Type-C પોર્ટ જેવા તમામ આધુનિક ફીચર્સ ઉપલબ્ધ છે.
વિવિધ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.












