PF ATM Withdrawals : EPFO સબ્સ્ક્રાઇબર્સ માટે મોટી ખુશખબર! જાન્યુઆરી 2026થી સીધું ATM મારફતે PF ઉપાડવાની સુવિધા શરૂ થશે. જાણો કેવી રીતે મળશે કાર્ડ અને કેટલી રકમ ઉપાડી શકાશે.
હવે ATMથી PF ઉપાડવાનો રસ્તો ખુલ્યો!
EPFOના કરોડો સભ્યો માટે મોટી ખુશખબર આવી છે. ટૂંક સમયમાં હવે તમને PF ઓફિસના ધક્કા નહિ ખાવા પડે, કારણ કે સીધું ATM મારફતે EPF ખાતામાંથી રૂપિયા ઉપાડી શકાશે. મળતી માહિતી મુજબ, આ સુવિધા જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે.
EPFO New Rules : ઓક્ટોબરમાં મહત્વની બેઠક
આ નિર્ણયને લીલી ઝંડી આપવા EPFOની સર્વોચ્ચ સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં બેઠક કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CBTની મંજૂરી બાદ આ સુવિધા શરૂ થઈ જશે.
EPFO ખાસ ATM કાર્ડ આપશે
આ નવી સુવિધા માટે EPFO સબ્સ્ક્રાઇબર્સને એક ખાસ ATM કાર્ડ આપશે. આ કાર્ડથી કર્મચારીઓ પોતાના PF ખાતામાંથી જમા કરાયેલા પૈસાનો એક ભાગ સીધો ATM મારફતે ઉપાડી શકશે.
EPFOમાં મોટું ફંડ જમા
હાલમાં EPFOના ફંડમાં ₹28 લાખ કરોડથી વધુ જમા છે અને 7.8 કરોડથી વધુ સભ્યો તેનો લાભ લઈ રહ્યા છે. 2014માં આ ફંડ માત્ર ₹7.4 લાખ કરોડ અને સભ્યોની સંખ્યા 3.3 કરોડ હતી. આથી PFમાં છેલ્લા દાયકામાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે.
તાજેતરના ફેરફારો
- આ વર્ષે EPFOએ ઓટોમેટિક ક્લેમ સેટલમેન્ટ મર્યાદા ₹1 લાખથી વધારીને ₹5 લાખ કરી છે.
- એટલે કે, હવે સભ્યોને PF દાવા મેળવવામાં વધુ સરળતા મળશે.
આ પણ વાંચો : e-Aadhaar App થશે લોન્ચ : હવે નામ, સરનામું, જન્મ તારીખ મોબાઇલથી જ ઘરે બેઠા અપડેટ કરી શકાશે!
સરકારનો ઉદ્દેશ્ય
શ્રમ મંત્રાલય મુજબ, ATM ઉપાડ સુવિધાનો હેતુ PF સભ્યોને પોતાનું ભંડોળ વધુ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. આ માટે મંત્રાલયે બેંકો અને RBI સાથે પણ ચર્ચા કરી છે.
એટલે કે હવે PFના પૈસા ઉપાડવા માટે PF ATM Withdrawals સુવિધાથી કાગળ અને ઓફિસોના ધક્કા ખાવામાંથી ચોક્કસ રાહત મળશે.
વિવિધ ટેક્નોલોજી સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો.











