કેદ્ર સરકાર લોકો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. એમાંની જ એક છે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (Pradhan Mantri Suraksha Bima Yojana). આ યોજના ખાસ કરીને જરૂરિયાતમંદ અને ગરીબ વર્ગ માટે વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી.
માત્ર ₹20ના પ્રીમિયમમાં આ યોજના દ્વારા વ્યક્તિને ₹2 લાખ સુધીનો અકસ્માત વીમો કવર મળે છે. તો આજે આ લેખમાં આપને જાણીએ યોજના વિષે તમામ માહિતી.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) શું છે અને ક્યારે શરુ થઇ ?
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) યોજના સામાન્આય રીતે માધ્યમ વર્ગને આર્થિક સહાય મળી રહે તે માટે 9 મે, 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી. કોઈપણ વ્યક્તિ ફક્ત ₹20 ના વાર્ષિક પ્રીમિયમ પર આ યોજના સાથે જોડાઈ શકે છે. આ વીમા કવરેજ દર વર્ષે 1 જૂન થી 31 મે સુધીના સમયગાળા માટે માન્ય રહે છે.
Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY) : યોજનાની મુખ્ય વિગતો
- આ યોજના એક અકસ્માત વીમા યોજના છે.
- અકસ્માતને કારણે મૃત્યુ કે અશક્તિ (વિકલાંગતા) થતા આર્થિક મદદ મળે છે.
- કવર રકમ:
- અકસ્માતે મૃત્યુ કે સંપૂર્ણ વિકલાંગતા → ₹2 લાખ
- આંશિક વિકલાંગતા → ₹1 લાખ
કોણ લઈ શકે છે લાભ?
- ઉંમર 18 થી 70 વર્ષ વચ્ચે હોવી જરૂરી
- ભારતીય નાગરિક હોવું જરૂરી
- દર વર્ષે ફક્ત ₹20નો પ્રીમિયમ ભરવો પડે છે
- કવરનો સમયગાળો: 1 જૂનથી 31 મે સુધી
ક્યારે કવર સમાપ્ત થશે?
સભ્યનું અકસ્માત કવર નીચેની પરિસ્થિતિઓમાં બંધ થઈ જશે:
- સભ્યની ઉંમર 70 વર્ષ થાય ત્યારે
- બેંક / પોસ્ટ ઓફિસ ખાતું બંધ થવાથી
- ખાતામાં પૂરતી બેલેન્સ ન હોવાના કારણે
- એકથી વધુ એકાઉન્ટમાંથી પ્રીમિયમ કપાઈ જાય અને કંપનીએ ભૂલથી સ્વીકારી લીધું હોય તો
Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY) અરજી કેવી રીતે કરવી?
- ઓફલાઈન અરજી કરવા માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અરજી ફોર્મ મેળવી શકો છો.
- નજીકમાં CSC (Common Service Center) પર જઈને અરજી કરી શકાય છે.
- બેંક મારફતે પણ નોંધણી શક્ય છે.
આવી Latest Goverment Yojana સંબંધિત તાજા અપડેટ્સ અને માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.













