PM Kisan Yojana Update: દેશમાં તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે અને મોદી સરકાર એક પછી એક સારા સમાચાર આપી રહી છે. તાજેતરમાં જ નવા GST દરો લાગુ કરવાની જાહેરાત બાદ હવે ખેડૂતો માટે પણ મોટો લાભ મળવાની શક્યતા છે.
મળતી માહિતી મુજબ, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જલ્દી જ જાહેર થવાનો છે. લાખો ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમના ખાતામાં 2000 રૂપિયાની રકમ આવશે.
PM Kisan Yojana ક્યારે આવશે 21મો હપ્તો?
છેલ્લો (20મો) હપ્તો 2 ઓગસ્ટે ખેડૂતોના ખાતામાં જમા થયો હતો. 18મો હપ્તો 2024માં 5 ઓક્ટોબરે જમા થયો હતો.
2023માં 15 નવેમ્બરે અને 2022માં 17 ઓક્ટોબરે રકમ ટ્રાન્સફર થઈ હતી.
આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબરે છે. અગાઉના રેકોર્ડને જોતા એવી મજબૂત શક્યતા છે કે તહેવાર પહેલાં જ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આવી જશે.
પીએમ કિસાન સન્માન નિધિ 2025 – ચૂંટણીનો પણ છે કનેક્શન
બિહારમાં જલ્દી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ સપ્ટેમ્બર અંત સુધીમાં જાહેરાત કરી શકે છે. એકવાર આચારસંહિતા લાગુ થઈ જશે, પછી સરકાર નવી જાહેરાત કે હપ્તાનું વિતરણ કરી શકશે નહીં.
એટલે કે 21મો હપ્તો ઓક્ટોબરમાં જ જાહેર થવાની પૂરી સંભાવના છે.
પીએમ કિસાન ઈ-કેવાયસી – લાભ મેળવવા કઈ કઈ શરતો પૂરી કરવી જરૂરી ?
સરકાર દરેક હપ્તા સાથે નિયમો વધુ કડક કરી રહી છે. આ વખતે પણ કેટલીક જરૂરી શરતો છે, જેમ કે;
- ઈ-કેવાયસી પૂર્ણ હોવું જોઈએ
- આધાર કાર્ડ બેંક સાથે લિંક થયેલું હોવું જોઈએ
- જમીનનો રેકોર્ડ કૃષિ વિભાગ દ્વારા વેરિફાઈ થયેલો હોવો જોઈએ
આ પ્રક્રિયા પૂરી ન કરનાર ખેડૂતોની યાદીમાંથી નામ કાપી શકાય છે અને તેમને હપ્તો મળશે નહીં.
PM Kisan Beneficiary List Check – તમારું નામ યાદીમાં છે કે નહીં તે કેવી રીતે તપાસશો?
ખેડૂતો pmkisan.gov.in વેબસાઈટ પર જઈને પોતાનું સ્ટેટસ સરળતાથી ચેક કરી શકે છે.
- કિસાન કોર્નર સેક્શન ખોલો
- લાભાર્થી સ્થિતિ પર ક્લિક કરો
- આધાર નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર નાખીને સ્થિતિ તપાસો
- લાભાર્થી યાદી વિકલ્પથી ગામના બધા ખેડૂતોની યાદી જોઈ શકો છો












1 thought on “ખેડૂતો માટે ખુશખબર! દિવાળીના તહેવાર પહેલાં મોદી સરકાર આપી શકે છે ભેટ, જાણો સંપૂર્ણ વિગતો”