PM Modi Farmers Scheme 2025 : દિવાળી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને એક મોટી ભેટ આપી છે. દિલ્હીના પુસા સ્થિત ભારતીય કૃષિ સંશોધન સંસ્થાન (IARI)માંથી પીએમ મોદીએ રૂ. 42,000 કરોડની બે નવી કૃષિ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું છે.
તેમણે રૂ. 24,000 કરોડની પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના અને રૂ. 11,440 કરોડની કઠોળ આત્મનિર્ભરતા મિશન યોજના શરૂ કરી છે.
ઉપરાંત, કૃષિ, પશુપાલન, માછીમારી અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટર માટે રૂ. 5,450 કરોડ તથા અન્ય યોજનાઓ માટે રૂ. 815 કરોડ ફાળવવામાં આવ્યા છે.
કાર્યક્રમમાં કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા.
Pradhanmantri Dhan Dhanya Yojana :પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ
આ નવી યોજના 36 સરકારી યોજનાઓને એકીકૃત કરીને તૈયાર કરવામાં આવી છે. આ અંતર્ગત 100 જિલ્લાઓની પસંદગી ત્રણ મુખ્ય પરિમાણોના આધારે કરવામાં આવી છે.
PM Dhan Dhanya Yojana : યોજનાનો ઉદ્દેશ છે:
- ખેડૂતોની ઉત્પાદકતા વધારવી,
- પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવું અને
- ટકાઉ કૃષિ પદ્ધતિઓને અપનાવવી.
આ PM Modi Dhan Dhanya Yojana યોજના ખાસ કરીને ઓછી ઉપજ ધરાવતા વિસ્તારોમાં ખેડૂતોને લાભ આપશે.
ખેડૂતોનું ભાગ્ય બદલાશે – પીએમ મોદી
પીએમ મોદીએ જણાવ્યું કે આ બંને યોજનાઓ ભારતના ખેડૂતોનું ભાગ્ય બદલશે.
સરકાર આ પરિયોજનાઓ પર રૂ. 35,000 કરોડથી વધુનો ખર્ચ કરશે. તેમણે કહ્યું,
“કૃષિ અને ખેડૂતો હંમેશા આપણી વિકાસ યાત્રાના કેન્દ્રમાં રહ્યા છે. દુર્ભાગ્યે, અગાઉની સરકારે ખેડૂતોને તેમના હાલ પર છોડી દીધા હતાં, જેના કારણે કૃષિ ક્ષેત્ર નબળું પડ્યું હતું. પરંતુ 2014 પછી સરકારે ખેડૂતોને નવી દિશા આપી છે.”
દૂધ અને માછીમારી ક્ષેત્રે ભારત ટોચ પર
પીએમ મોદીએ જણાવ્યું કે સરકારના પ્રયત્નોથી હવે ભારત:
- દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે છે,
- માછીમારી ઉત્પાદનમાં વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે,
- મધનું ઉત્પાદન 2014 પછી બમણું થયું છે,
- 25 કરોડથી વધુ સોઇલ હેલ્થ કાર્ડ ખેડૂતોને આપવામાં આવ્યા છે,
- અને 10 કરોડ હેક્ટર જમીન સુધી સૂક્ષ્મ સિંચાઈ સુવિધા પૂરી પાડવામાં આવી છે.
પીએમ પાક વીમા યોજનાથી અત્યાર સુધી 2 લાખ કરોડ રૂપિયા જેટલા દાવા મંજૂર કરવામાં આવ્યા છે. તે ઉપરાંત 10,000થી વધુ FPO (Farmer Producer Organisations) બનાવવામાં આવ્યા છે.
કઠોળ આત્મનિર્ભરતા મિશન: ભાવિ પેઢીઓ માટે સશક્ત પગલું
પીએમ મોદીએ જણાવ્યું કે આ મિશન ફક્ત કઠોળ ઉત્પાદન વધારવાનું નથી, પરંતુ આપણી આવનારી પેઢીઓને સશક્ત બનાવવાનું અભિયાન છે.
આ અંતર્ગત ખેડૂતોને મળશે:
- સુધારેલા બિયારણો,
- આધુનિક સંગ્રહ સુવિધાઓ,
- અને ખરીદીની ખાતરીપૂર્વકની વ્યવસ્થા.
પીએમ મોદીના જણાવ્યા અનુસાર,
“છેલ્લા 11 વર્ષમાં ભારતની કૃષિ નિકાસ લગભગ બમણી થઈ ગઈ છે. અનાજના ઉત્પાદનમાં 9 કરોડ મેટ્રિક ટનનો વધારો થયો છે, જ્યારે ફળો અને શાકભાજીમાં 6.4 કરોડ મેટ્રિક ટનથી વધુનો વધારો થયો છે.”
પીએમ મોદીની આ બે નવી યોજનાઓથી દેશના લાખો ખેડૂતોને સીધો લાભ મળશે. આ યોજનાઓ આવક વધારવા, નવી તકનીક અપનાવવા અને કૃષિ ક્ષેત્રને આધુનિક બનાવવા માટે મોટું પગલું છે. દિવાળી પહેલાં ખેડૂતો માટે આ ખરેખર “મહા ભેટ” સાબિત થશે!
વિવિધ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.













