Post Office Monthly Income Scheme : પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (POMIS) માં રોકાણ કરીને દર મહિને મળશે ₹6,000 સુધીની ગેરંટી કમાણી. જાણો સંપૂર્ણ માહિતી અહીં.
દર મહિને સ્થિર આવક ઇચ્છતા લોકો માટે પોસ્ટ ઓફિસ એક શાનદાર તક લઈને આવી છે. પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (POMIS) હેઠળ તમે માત્ર એકવાર પૈસા જમા કરાવીને દર મહિને ગેરંટી ઇનકમ મેળવી શકો છો.
કેવી રીતે મળશે કમાણી?
જો તમે સંયુક્ત ખાતામાં ₹10 લાખ જમા કરાવો છો, તો તમને દર મહિને ₹6,167 મળશે. એટલે કે વર્ષ દરમિયાન આશરે ₹74,004 ની નિશ્ચિત આવક. આ રકમ સીધી તમારા પોસ્ટ ઓફિસ બચત ખાતામાં જમા થશે.
ખાતું ખોલવા માટે શું કરવું પડશે?
- પોસ્ટ ઓફિસમાં જઈને આધાર કાર્ડ અને જરૂરી દસ્તાવેજો સાથે ખાતું ખોલી શકાય છે.
- ઓછામાં ઓછી ₹1,000 થી રોકાણ કરી શકાય છે.
- જમા રકમ હંમેશા ₹1,000 ના ગુણાંકમાં જ હોવી જોઈએ.
- તમે વ્યક્તિગત કે સંયુક્ત ખાતું બંને રીતે ખોલી શકો છો.
પાકતી મુદત અને પૈસા ઉપાડવાના નિયમો
- યોજનાની પાકતી મુદત 5 વર્ષ છે.
- ઇચ્છા મુજબ તેને વધુ 5 વર્ષ માટે લંબાવી શકાય છે.
- ખાતું ખોલ્યા બાદ 1 વર્ષમાં ઉપાડ કરશો તો 2% કપાત થશે.
- 3 વર્ષ બાદ ઉપાડ કરશો તો ફક્ત 1% કપાત લાગશે.
સૌથી મોટી ખાસિયત – સુરક્ષિત રોકાણ
આ સરકાર દ્વારા સંચાલિત યોજના છે, એટલે પૈસા ડૂબી જવાનું કોઈ જોખમ નથી. તમારા થાપણ અને વ્યાજ બંને સંપૂર્ણપણે સુરક્ષિત છે. ખાસ કરીને એવા લોકો માટે આ યોજના ઉત્તમ છે જેઓ જોખમ લીધા વિના નિશ્ચિત આવક ઈચ્છે છે.
(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈપણ રોકાણ કરતાં પહેલાં નાણાકીય નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
આવી Latest Goverment Yojana સંબંધિત તાજા અપડેટ્સ અને માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.













