Railway bharti 2025 : જો તમે રેલ્વેમાં નોકરી મેળવવા માટે તૈયારી કરી રહ્યા છો તો આ તમારા માટે એક ગોલ્ડન અવસર છે. RRC NER (ગોરખપુર) દ્વારા ટ્રેડ એપ્રેન્ટિસ માટે સીધી ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.
10th ITI Railway Job : આ ભરતી હેઠળ કુલ 1104 થી વધારે જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી પ્રક્રિયા 16 ઑક્ટોબર 2025 થી શરૂ થઈ ચુકી છે અને છેલ્લી તારીખ 15 નવેમ્બર 2025 છે.
Railway bharti 2025: ખાલી જગ્યાઓની વિગતો
| વર્કશોપ/યુનિટ | જગ્યા |
| મિકેનિકલ વર્કશોપ/ગોરખપુર | 390 |
| સિગ્નલ વર્કશોપ/ગોરખપુર કેન્ટ | 63 |
| બ્રિજ વર્કશોપ/ગોરખપુર કેન્ટ | 35 |
| મિકેનિકલ વર્કશોપ/ઇજ્જતનગર | 142 |
| ડીઝલ શેડ/ઇજ્જતનગર | 60 |
| કેરેજ અને વેગન/ઇજ્જતનગર | 64 |
| કેરેજ અને વેગન/લખનૌ જંકશન | 149 |
| ડીઝલ શેડ/ગોંડા | 88 |
| કેરેજ અને વેગન/વારાણસી | 73 |
| TRD અને વેગન/વારાણસી | 73 |
| TRD વારાણસી | 40 |
| કુલ | 1104 |
RRC NER Gorakhpur Apprentice 2025 : એપ્રેન્ટિસ ખાલી જગ્યા માટે પાત્રતા (Eligibility)
- ઉમેદવારને માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મો ધોરણ પાસ હોવો જોઈએ, અને સંબંધિત ટ્રેડમાં ITI સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ.
- 10માં ધોરણમાં ઓછામાં ઓછા 50% ગુણ જરૂરી છે.
- અગાઉ એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરી ચૂકેલા ઉમેદવારો ફોર્મ ભરી શકશે નહીં.
Railway Apprentice 2025 : વય મર્યાદા (Age Limit)
- ઓછામાં ઓછી ઉંમર: 15 વર્ષ
- મહત્તમ ઉંમર: 24 વર્ષ
અનામત (reservations) કેટેગરી માટે સરકારના નિયમ અનુસાર ઉંમરમાં છૂટ આપવામાં આવશે.
સ્ટાઈપેન્ડ (Stipend)
પસંદ થયેલા ઉમેદવારોને નિયમો મુજબ સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
પસંદગીની પ્રક્રિયા (Selection Process)
- પસંદગી પરીક્ષા મેરિટ આધારે થશે.
- મેરિટ ગણતરી માટે ના.10 અને ITIના ગુણોનો આધાર લેવામાં આવશે.
પરીક્ષા ફી (Application Fee)
- SC / ST / PwBD / સ્ત્રી ઉમેદવારો માટે ફી ભરવાની નથી.
- અન્ય તમામ ઉમેદવારો માટે અરજી ફી ₹100 છે.
સત્તાવાર વેબસાઇટ અને નોટિફિકેશન
- સત્તાવાર વેબસાઇટ: www.ner.indianrailways.gov.in
- ઑનલાઇન અરજી : Apply Online
- નોટિફિકેશન (Download): RRC NER Gorakhpur Apprentice Recruitment 2025
અરજી કેવી રીતે કરવી? (How to Apply)
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ www.ner.indianrailways.gov.in પર જાઓ.
- ટ્રેડ એપ્રેન્ટિસ 2026-27 માટેની લિંક શોધો અને ઓપન જાહેરાત પર ક્લિક કરો.
- વિસતૃત સૂચનાઓ વાંચો અને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો.
- જો પહેલેથી નોંધણી ન હતી તો નવી રીતે રજીસ્ટર કરો અને નોંધણી નંબર મેળવો.
- લોગિન કરીને વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી ભરાવો.
- પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સહી, ડાબા અંગૂઠાની છાપ અને ITI પ્રમાણપત્ર અપલોડ કરો.
- અરજી ફી ચુકવો (જો લાગુ પડે તો) અને ફોર્મ સબમિટ કરો.
- ફોર્મનું પ્રિન્ટઆઉટ સંદર્ભ માટે સાચવી રાખો.
વિવિધ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.










