Cheque Clearance Rule 2025 : RBI એ 4 ઓક્ટોબરથી ચેક ક્લિયરન્સ માટે નવા નિયમ લાગુ કર્યા છે. હવે ચેક એ જ દિવસે ક્લિયર થશે અને પૈસા તરત જ ખાતામાં આવશે. જાણો નવો નિયમ અને તેનો તમને શું ફાયદો થશે.
ડિજિટલ યુગમાં પણ ચેકનો ઉપયોગ નાણાકીય લેવડદેવડ માટે સુરક્ષિત અને વિશ્વસનીય માનવામાં આવે છે. હવે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ચેક ક્લિયરન્સ સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. 4 ઓક્ટોબર 2025થી શરૂ થતાં નવા નિયમ મુજબ, બેંકમાં જમા કરાવેલ ચેક તે જ દિવસે ક્લિયર અથવા રિજેક્ટ કરવામાં આવશે.
આ પગલાથી ચેક ક્લિયર થવા માટેની લાંબી રાહ પૂરી થશે અને લોકોને ઝડપી ચુકવણીની સુવિધા મળશે.
RBIનો નવો નિયમ શું કહે છે?
RBIના નવા સેટલમેન્ટ ફ્રેમવર્ક અનુસાર, હવે ચેક સેટલમેન્ટ રિયલ-ટાઇમ અથવા સમ-દિવસ (Same Day Settlement) પર આધારિત રહેશે.
મહત્વનું એ છે કે જો ચેક ક્લિયર થશે તો પૈસા એ જ દિવસે ખાતામાં જમા થશે.
નવી પ્રક્રિયા કેટલી સુરક્ષિત છે?
અત્યાર સુધી ચેક ક્લિયરિંગ CTS (Cheque Truncation System) હેઠળ બેચ પ્રોસેસિંગથી થતું હતું, જે બે દિવસ સુધી ખેંચાતું.
પણ હવે, 4 ઓક્ટોબરથી બેંકો જમા કરાયેલ ચેકને સ્કેન કરીને MICR ડેટા ક્લિયરિંગ હાઉસને મોકલશે, અને થોડી જ કલાકોમાં ક્લિયરિંગ પ્રક્રિયા પૂરી થશે.
આ નવી સિસ્ટમ પૂરેપૂરી સુરક્ષિત અને ટેક્નોલોજી આધારિત રહેશે, જેના કારણે છેતરપિંડીની શક્યતા ઓછી થશે.
કેટલા સમયમાં થશે ચેક ક્લિયર?
બેંકોએ સાંજે 7 વાગ્યા સુધીમાં ચેક પાસ અથવા રિજેક્ટ કરવાનો રહેશે.
એટલે કે, હવે બે દિવસ નહીં, ફક્ત થોડા કલાકોમાં જ ક્લિયરિંગની પ્રક્રિયા પૂરી થશે.
જો બેંક સમયસર નિર્ણય ન લે, તો ચેક આપમેળે ક્લિયર થયેલો ગણાશે.
બે તબક્કામાં લાગુ પડશે નવો નિયમ
- પ્રથમ તબક્કો (4 ઓક્ટોબર 2025 – 3 જાન્યુઆરી 2026): બેંકોએ સાંજે 7 વાગ્યા સુધીમાં ચેક ક્લિયર અથવા રિજેક્ટ કરવાના રહેશે.
- બીજો તબક્કો (3 જાન્યુઆરી 2026 પછી): બેંકોને ફક્ત ત્રણ કલાકમાં ચેક ક્લિયર અથવા રિજેક્ટ કરવાનો રહેશે.
ઉદાહરણ તરીકે – જો ચેક સવારે 10થી 11 વચ્ચે મોકલવામાં આવે, તો તેને બપોરે 2 વાગ્યા સુધી ક્લિયર કરવું પડશે.
એક કલાકમાં ખાતામાં આવશે પૈસા!
ચેક સેટલમેન્ટ પૂરો થયા બાદ, ક્લિયરિંગહાઉસ તમારી બેંકને મંજૂરી મોકલશે અને ફક્ત 1 કલાકની અંદર રકમ તમારા ખાતામાં જમા થશે.
અત્યારથી લોકો માટે ચેક પેમેન્ટ એટલું જ ઝડપી બનશે જેટલું ડિજિટલ પેમેન્ટ.
શું મળશે ગ્રાહકોને ફાયદો?
- હવે ચેક ક્લિયર થવા માટે રાહ નહીં જોવી પડે.
- પૈસા તરત જ ખાતામાં આવશે.
- બેંકિંગ સિસ્ટમ વધુ પારદર્શક અને સુરક્ષિત બનશે.
- બિઝનેસ ટ્રાન્ઝેક્શન ઝડપથી થશે.
સંપૂર્ણ રીતે જોવામાં આવે તો, RBIનો આ નવો નિયમ ગ્રાહકો માટે મોટો રાહતભર્યો નિર્ણય છે. કારણ કે હવે પહેલાની જેમ ચેક ક્લિયરન્સમાં બે ત્રણ દિવસ રાહ નઈ જોવી પડે.
વિવિધ ટેક્નોલોજી સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.












