RBI New Loan Rule : ભારતીય રિઝર્વ બેન્ક (RBI) હવે એક એવો નવો નિયમ લાવવાની તૈયારી કરી રહી છે કે જે દરેક મોબાઇલ યૂઝરને ચોંકાવી દેશે. જો તમે મોબાઇલ કે અન્ય ઇલેક્ટ્રોનિક સામાન ખરીદી પર લીધેલી લોન સમયસર નહીં ચૂકવો તો બેન્ક અથવા NBFC તમારા ફોનને રિમોટથી લોક કરી દેશે.
શું છે નવો પ્રસ્તાવ?
- લોન લેતી વખતે ગ્રાહકના ફોનમાં ખાસ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાશે.
- Google Device Lock Controller અથવા Samsung Finance Plus જેવી એપ્સની મદદથી બેન્ક ફોન લોક કરી શકશે.
- લોન લેતી વખતે જ ગ્રાહકે લેખિત પરવાનગી આપવી ફરજિયાત રહેશે.
જોકે, બેન્કને તમારા ફોટા, મેસેજ કે અન્ય ડેટાનો એક્સેસ નહીં મળે.
આ નિયમની જરૂર કેમ પડી?
- ભારતમાં દરેક 3માંથી 1 પ્રોડક્ટ લોન પર ખરીદાય છે.
- એક લાખથી ઓછી કિંમતની પ્રોડક્ટ પર ડિફોલ્ટરની સંખ્યા ખૂબ વધી રહી છે.
- નાની લોન વસૂલીમાં બેન્કો અને NBFCને ભારે મુશ્કેલી પડી રહી છે.
આ નિયમ લાગુ થાય તો બજાજ ફાઇનાન્સ, DMI ફાઇનાન્સ, ચોલમંડલમ ફાઇનાન્સ જેવી કંપનીઓને ખાસ ફાયદો થઈ શકે છે.
આ પણ વાંચો : UPI Payments Limit : આજથી UPI દ્વારા કરી શકાશે 5 લાખ સુધીનું ટ્રાન્ઝેક્શન, જાણો નવી UPI લિમિટની સંપૂર્ણ વિગતો
ગ્રાહકોમાં ચિંતા વધી
મોબાઇલ હવે ફક્ત ગેજેટ નહીં, પરંતુ બેન્કિંગ, શિક્ષણ, નોકરી અને સરકારી સેવાઓ માટે જરૂરી બની ગયો છે. ફોન લોક થવાથી સામાન્ય જીવન પર સીધી અસર થઈ શકે છે.
ડેટા પ્રાઇવસી: RBI ખાતરી આપશે કે બેન્કો કે NBFCને યૂઝરના ડેટાનો એક્સેસ નહીં મળે, ફક્ત ફોન લોક કરવાની જ છૂટ રહેશે.
આગળ શું?
RBI હાલ આ મુદ્દે વિવિધ સંસ્થાઓ સાથે ચર્ચા કરી રહ્યું છે. નિયમ અમલમાં આવે તો બેન્કો માટે લોન વસૂલી સરળ બનશે અને સાથે સાથે ગ્રાહકોના અધિકારો પણ સુરક્ષિત રહે તેવા પગલાં લેવાશે.
તમારું શું માનવું છે? શું લોન નહીં ચૂકવનારાનો ફોન લોક કરવો યોગ્ય છે કે પછી સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાઈ જશે?
આવી Latest News સંબંધિત તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.











