Revenue Talati Exam Result News : ગુજરાતમાં બેરોજગારીની સમસ્યા કેટલી વિકરાળ છે એનો અહેસાસ તાજેતરમાં લેવાયેલી રેવન્યૂ તલાટી વર્ગ-3 પરીક્ષાથી થયો.
રાજ્યમાં ફક્ત 2384 ખાલી જગ્યાઓ માટે આશ્ચર્યજનક રીતે 2.95 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવા બેઠા હતા.
રેવન્યુ તલાટીની પરીક્ષા માટે ભારી સંખ્યા માં ઉમેદવારો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 14 સપ્ટેમ્બરે યોજાયેલી આ સ્પર્ધાત્મક પરીક્ષામાં કુલ 4.25 લાખ અરજીઓ થઈ હતી, જેમાંથી લગભગ 3.99 લાખ ઉમેદવારો હાજર રહ્યા.
આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે સરકારી નોકરી યુવાઓ માટે હજુ પણ સૌથી મોટું સપનું છે.
સુરક્ષા કડક – CCTV અને બાયોમેટ્રિક ચેક
પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે એ માટે રાજ્યના 23 જિલ્લાઓના 1384 કેન્દ્રો પર કડક વ્યવસ્થા ગોઠવાઈ. ઉમેદવારોના ખિસ્સા તપાસી એન્ટ્રી આપવામાં આવી અને બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કરાયું.
Revenue Talati પેપર લીક અટકાવવા માટે સીસીટીવી મોનીટરીંગ અને કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. નવા કાયદા મુજબ જો કોઈ પેપર લીક કરતો ઝડપાશે તો તેને 10 વર્ષની જેલ અને ₹1 કરોડનો દંડ થશે.
અમદાવાદમાં 11,524 ઉમેદવારો ગેરહાજર
માત્ર અમદાવાદ સેન્ટરની વાત કરીએ તો અહીં 36,524 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં, પરંતુ તેમાંના 11,524 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા ન હતા.
પેપર કડક સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાંથી કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવ્યા હતાં.
ક્યારે જાહેર થશે Revenue Talati Exam Result?
પ્રાથમિક માહિતી અનુસાર, ડિસેમ્બર સુધીમાં તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ શકે છે. તેને ધ્યાનમાં રાખીને અનુમાન છે કે રેવન્યૂ તલાટીનું પરિણામ પણ ડિસેમ્બર સુધી જાહેર થઈ શકે છે.
આવી ભરતી અને કરિયર સંબંધિત તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.












