Revenue Talati Answer Key 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેરાત ક્રમાંકઃ 301/202526 મહેસૂલ વિભાગ હેઠળની કલેકટર કચેરી હસ્તકની “મહેસૂલ તલાટી”, વર્ગ-૩ સંવર્ગની તા.૧૪/૦૯/૨૦૨૫ ના રોજ પરીક્ષા યોજાઈ હતી.
ગત ૧૫/૦૯/૨૦૨૫ ના રોજ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી. આજે રેવન્યુ તલાટી ભરતી પરીક્ષા 2025 માટેની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. હવે ઉમેદવારો GSSSB ની સત્તાવાર વેબસાઈટ પરથી તેમની આન્સર કી ચકાસી શકે છે.
ઉમેદવારો માટે મોટી અપડેટ
રેવન્યુ તલાટી પરીક્ષા આપી ચૂકેલા હજારો ઉમેદવારો માટે આ ફાઈનલ આન્સર કી ખૂબ જ મહત્વની છે, કારણ કે તેના આધારે જ ફાઈનલ પરિણામ તૈયાર થશે. અગાઉ પ્રોવિઝનલ આન્સર કી જાહેર થયા બાદ ઉમેદવારોથી વાંધા માંગવામાં આવ્યા હતા. હવે તમામ વાંધા ઓનું નિરાકરણ કર્યા બાદ આજે ફાઈનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે.
કેવી રીતે ચેક કરશો ફાઈનલ આન્સર કી?
- GSSSB ની સત્તાવાર વેબસાઈટ gsssb.gujarat.gov.in પર જાઓ.
- “Revenue Talati Final Answer Key 2025” લિંક પર ક્લિક કરો.
- તમારો પ્રશ્નપત્ર સેટ પસંદ કરીને PDF ડાઉનલોડ કરો.
- આપેલા જવાબો સાથે તમારાં જવાબો મેળવો.
Revenue Talati Final Answer Key 2025 : Click Here
હવે આગળ શું?
ફાઈનલ આન્સર કી જાહેર થયા બાદ હવે ઉમેદવારોને પરિણામની રાહ છે. GSSSB ટૂંક સમયમાં રેવન્યુ તલાટી ભરતી પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જાહેર કરી શકે છે. પરિણામ જાહેર થયા બાદ પસંદગી પામેલા ઉમેદવારોની મેરિટ લિસ્ટ પણ બહાર પડશે.
આવી ભરતી અને કરિયર સંબંધિત તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.









