Revenue Talati Exam Date : ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)એ તલાટી ભરતી માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
રાજ્યભરના લાખો ઉમેદવારો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે રેવેન્યુ તલાટીની મેઈન પરીક્ષા 14 ઓક્ટોબર 2025ના રોજ યોજાશે.
સૌથી મોટી રાહતની વાત એ છે કે પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી બીજા જ દિવસે એટલે કે 15 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.
આ ભરતી રાજ્યના મહેસૂલ વિભાગમાં તલાટીની કુલ 2389 ખાલી જગ્યાઓ માટે હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં જ યોજાયેલી પ્રિલિમ પરીક્ષામાં રાજ્યભરના 3 લાખથી વધુ ઉમેદવારો હાજર રહ્યા હતા.
ગત બે વર્ષથી સરકાર દ્વારા વર્ગ-2 અને વર્ગ-3ની અનેક પરીક્ષાઓ લેવાઈ છે, પરંતુ તેમનાં પરિણામો સમયસર જાહેર થયા નથી.
ઉમેદવારો વારંવાર પરીક્ષા આપી રહ્યા છે, પરંતુ નિમણૂક મળી નથી. તેથી ઉમેદવારોમાં અસંતોષ જોવા મળ્યો હતો.હવે ઉમેદવારોને આશા છે કે આ વખતે ભરતી પ્રક્રિયા સમયસર પૂર્ણ થશે.
સરકારી નોકરી મેળવવાની આશામાં ઉમેદવારો વર્ષો સુધી તૈયારી કરે છે, ઘરથી દૂર રહીને મહેનત કરે છે. પરંતુ પરિણામો સમયસર ન આવવાથી તેમનું ભવિષ્ય અટવાઈ જાય છે.
મુખ્યમંત્રીએ પણ પરીક્ષાના પરિણામો વહેલા જાહેર કરવા માટે તંત્રને સૂચનાઓ આપી છે. ત્યારે હવે તલાટી પરીક્ષાની એક જ દિવસે આન્સર કી જાહેર કરવાની જાહેરાતથી ઉમેદવારોમાં થોડો ઉત્સાહ અને રાહત જોવા મળી રહી છે.
આવી ભરતી અને કરિયર સંબંધિત તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.












