RMC Bharti 2025, રાજકોટ મહાનગરપાલિકા ભરતી : રાજકોટમાં રહેતા અને સારી સેલેરી સાથે કાયમી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે મોટી ખુશખબર આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા પર્યાવરણ ઈજનેર પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે માત્ર એક જ જગ્યા ઉપલબ્ધ છે અને અરજી કરવાની આખરી તારીખ 1 ઑક્ટોબર 2025 નક્કી કરવામાં આવી છે.
RMC ભરતી 2025 – મહત્વપૂર્ણ માહિતી
- સંસ્થા : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)
- પોસ્ટ : પર્યાવરણ ઈજનેર (વર્ગ-1)
- જગ્યા : 01
- વય મર્યાદા : 21 થી 45 વર્ષ
- અરજી મોડ : ઓનલાઈન
- છેલ્લી તારીખ : 01-10-2025
- ઓફિશિયલ વેબસાઈટ : www.rmc.gov.in
RMC Online Application – અરજી કરવાની પ્રક્રિયા
- સૌપ્રથમ ઉમેદવારોએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઈટ rmc.gov.in પર જવું.
- ત્યાંથી Recruitment Section ખોલીને “Apply Online” પર ક્લિક કરવું.
- ફોર્મમાં માંગેલી બધી માહિતી ધ્યાનપૂર્વક ભરવી.
- ફાઈનલ સબમિશન કર્યા બાદ અરજીની પ્રિન્ટ કઢાવી લેવી.
RMC Recruitment 2025 – શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિવર્સિટીમાંથી પર્યાવરણ એન્જીનીયરિંગ અથવા સિવિલ એન્જીનીયરિંગ (એન્વાયરમેન્ટલ એન્જીનિયરીંગ વિષય સાથે).
- સાથે જ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જીનીયર કક્ષાની જગ્યા પર 5 વર્ષનો અનુભવ કે પછી આસિસ્ટન્ટ એન્જીનીયર/ સમકક્ષ જગ્યાનો 7 વર્ષનો અનુભવ ફરજિયાત.
- પર્યાવરણ એન્જીનીયરીંગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા મીકેનિકલ એન્જીનીયરીંગનું જ્ઞાન વધારાની લાયકાત ગણાશે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી – વય મર્યાદા
- ઉમેદવારની ઉંમર ઓછીમાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષ હોવી જોઈએ.
પગાર ધોરણ
- પસંદ થયેલા ઉમેદવારને સાતમા પગાર પંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ-10, એટલે કે ₹56,100 થી ₹1,77,500 સુધીનો પગાર મળશે.
આવી ભરતી અને કરિયર સંબંધિત તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.









