RRB NTPC Recruitment 2025 : ભારતીય રેલ્વેમાં નોકરીની રાહ જોઈ રહેલા લાખો ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. રેલવે ભરતી બોર્ડ (RRB) ટૂંક સમયમાં RRB NTPC Bharti 2025ની નવી જાહેરાત બહાર પાડવા જઈ રહ્યું છે. આ ભરતીમાં કુલ 8,875 પદો પર મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી 5,817 જગ્યાઓ ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે અને 3,058 જગ્યાઓ અંડરગ્રેજ્યુએટ ઉમેદવારો માટે છે.
આ જાહેરાત આગામી મહિના સુધી પ્રકાશિત થવાની શક્યતા છે. શરૂઆતમાં તેનો નોટિફિકેશન રોજગાર સમાચારપત્રમાં આવશે અને પછી વિગતવાર માહિતી RRB ની સત્તાવાર વેબસાઇટ પર મળશે.
RRB NTPC Vacancy 2025 : ગ્રેજ્યુએટ માટે પોસ્ટની વિગતો
| પદનું નામ | વિભાગ | પગાર સ્તર | જગ્યાઓ |
|---|---|---|---|
| સ્ટેશન માસ્ટર | ટ્રાફિક (ઓપરેટિંગ) | લેવલ 6 | 615 |
| ગુડ્સ ટ્રેન મેનેજર | ટ્રાફિક (ઓપરેટિંગ) | લેવલ 5 | 3,423 |
| ટ્રાફિક સહાયક (મેટ્રો રેલવે) | ટ્રાફિક (ઓપરેટિંગ) | લેવલ 4 | 59 |
| મુખ્ય વાણિજ્યિક-કમ-ટિકિટ સુપરવાઇઝર (CCTS) | ટ્રાફિક (વાણિજ્યિક) | લેવલ 6 | 161 |
| જુનિયર એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ (JAA) | એકાઉન્ટ્સ | લેવલ 5 | 921 |
| સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ | જનરલ | લેવલ 5 | 638 |
RRB NTPC Bharti 2025 : અંડરગ્રેજ્યુએટ માટે પોસ્ટની વિગતો
| પદનું નામ | વિભાગ | પગાર સ્તર | જગ્યાઓ |
|---|---|---|---|
| ટ્રેન ક્લાર્ક | ટ્રાફિક (ઓપરેટિંગ) | લેવલ 2 | 77 |
| વાણિજ્યિક કમ ટિકિટ ક્લાર્ક (CCTC) | ટ્રાફિક (વાણિજ્યિક) | લેવલ 3 | 2,424 |
| એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઇપિસ્ટ | એકાઉન્ટ્સ | લેવલ 2 | 394 |
| જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ | જનરલ | લેવલ 2 | 163 |
ક્યારે આવશે નોટિફિકેશન?
હાલમાં, RRB એ ભરતી નોટિફિકેશનની ચોક્કસ તારીખ જાહેર કરી નથી. પરંતુ મિડિયા રિપોર્ટ્સ મુજબ તે આવતા મહિના સુધી પ્રકાશિત થઈ શકે છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નિયમિત રીતે RRB ની સત્તાવાર વેબસાઇટ તપાસતા રહે.
RRB NTPC ઓનલાઇન ફોર્મ 2025 કેવી રીતે ભરવું?
અરજી વિન્ડો ખુલ્યા પછી ઉમેદવારો તેમની સંબંધિત RRB પ્રાદેશિક વેબસાઇટ્સ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે . અરજી કરવા માટેના પગલાં:
- પગલું 1: રેલ્વે ભરતી બોર્ડ (RRB) ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- પગલું 2: RRB સેક્શન કંટ્રોલર એપ્લાય ઓનલાઈન લિંક પર ક્લિક કરો .
- પગલું 3: જરૂરી વિગતો ભરો
- પગલું 4: દસ્તાવેજો અને ફોટો/સહી અપલોડ કરો
- પગલું ૫: અરજી ફી ઓનલાઈન ચૂકવો
- પગલું 6: સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો
આ ભરતી તૈયારી કરતા લાખો યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની મોટી તક બની રહેશે. જો તમે RRB NTPCની તૈયારી કરી રહ્યા છો, તો આ એક સુવર્ણ મોકો બની શકે છે.
આવી ભરતી અને કરિયર સંબંધિત તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.









