SBI Bharti 2025: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) તરીકે ડેપ્યુટી મેનેજર (અર્થશાસ્ત્રી) ના પદ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 8 ઑક્ટોબર 2025થી શરૂ થઈ ગઈ છે અને અંતિમ તારીખ 28 ઑક્ટોબર 2025 રાખવામાં આવી છે.
આ એક એવી સરકારી તક છે જ્યાં લેખિત પરીક્ષા આપ્યા વગર સીધા ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી થશે!
SBI ભરતી 2025 : વિગતવાર માહિતી
| વિગત | માહિતી |
|---|---|
| સંસ્થા | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) |
| પદ | ડેપ્યુટી મેનેજર (અર્થશાસ્ત્રી) |
| ગ્રેડ | MMGS-II |
| કુલ જગ્યાઓ | 3 |
| વય મર્યાદા | મહત્તમ 30 વર્ષ (1 ઑગસ્ટ 2025 સુધી) |
| અરજી રીત | ઓનલાઈન |
| અંતિમ તારીખ | 28 ઑક્ટોબર 2025 |
| સત્તાવાર વેબસાઇટ | sbi.bank.in |
SBI Bharti 2025: શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારો પાસે અર્થશાસ્ત્ર, અર્થમિતિ, ગણિત અર્થશાસ્ત્ર અથવા નાણાકીય અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે.
- ડિગ્રીમાં ઓછામાં ઓછા 60% ગુણ હોવા જોઈએ અથવા સમકક્ષ ગ્રેડ.
- પીએચડી ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
- સાથે સાથે સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ આવશ્યક છે.
Deputy Manager Recruitment SBI : વય મર્યાદા
- 1 ઑગસ્ટ 2025ની સ્થિતિએ ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
પગાર અને લાભ
- મૂળ પગાર: ₹64,820 થી ₹93,960
- સાથે અન્ય ભથ્થાં અને બેંક સુવિધાઓ પણ મળશે.
પસંદગી પ્રક્રિયા
આ જગ્યા માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.
- ઉમેદવારોની પસંદગી શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યૂના આધારે થશે.
- ઇન્ટરવ્યૂ 100 ગુણનો રહેશે.
અરજી ફી
| કેટેગરી | ફી |
|---|---|
| સામાન્ય / OBC / EWS | ₹750 |
| SC / ST / PwBD | ફી મુક્ત |
ફી ચૂક્યા વિના કરેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
કેવી રીતે અરજી કરવી?
- sbi.bank.in પર જાઓ.
- “Careers” વિભાગમાં જઈ “Specialist Cadre Officers Recruitment” લિંક પસંદ કરો.
- “Apply Online” પર ક્લિક કરો.
- નવી નોંધણી કરો અથવા લોગ ઇન કરો.
- જરૂરી વિગતો દાખલ કરો અને દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી ફી ચૂકવી ફોર્મ સબમિટ કરો.
- અરજીનું પ્રિન્ટઆઉટ કાઢી ભવિષ્ય માટે સાચવો.
મહત્વપૂર્ણ તારીખો
- અરજી શરૂ: 8 ઑક્ટોબર 2025
- અંતિમ તારીખ: 28 ઑક્ટોબર 2025
SBI dy manager Bharti 2025 notification
જો તમે બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગો છો, તો SBI ની આ ભરતી તમને એક મોટી તક આપી શકે છે. પરીક્ષા વગર ઇન્ટરવ્યૂથી સીધી પસંદગીનો આ મોકો ચૂકી ન જતા! સમયસર ફોર્મ ભરી દેજો.
વિવિધ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.









