---Advertisement---

SBI Scholarship 2025 : 9થી 12, કોલેજ, IIT, IIM અને વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે ₹20 લાખ સુધીની શિષ્યવૃત્તિ! જાણો સંપૂર્ણ માહિતી

Published On: September 22, 2025
Follow Us
SBI ASHA SCHOLARSHIP 2025
---Advertisement---

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) વિદ્યાર્થીઓ માટે મોટો ધમાકો લઈને આવી છે. SBI ફાઉન્ડેશન દ્વારા CSR પ્રવૃત્તિઓના ભાગરૂપે “આશા શિષ્યવૃત્તિ” શરૂ કરવામાં આવી છે, જેના માધ્યમથી શાળા, કોલેજ, IIT, IIM અને વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ₹20 લાખ સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવશે.

અરજી પ્રક્રિયા 19 સપ્ટેમ્બર, 2025 થી શરૂ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓને 15 નવેમ્બર, 2025 સુધીમાં ઓનલાઇન અરજી sbiashascholarship.co.in વેબસાઇટ પર કરવાની રહેશે.

કોને કેટલી શિષ્યવૃત્તિની રકમ મળશે?

અભ્યાસશિષ્યવૃત્તિની રકમ
ધોરણ 9 થી 12₹15,000 સુધી
સ્નાતક / ડિગ્રી વિદ્યાર્થી₹75,000 સુધી
અનુસ્નાતક વિદ્યાર્થી₹2.50 લાખ સુધી
તબીબી વિદ્યાર્થી₹4.50 લાખ સુધી
IIT વિદ્યાર્થી₹2 લાખ સુધી
IIM વિદ્યાર્થી₹5 લાખ સુધી
વિદેશમાં અભ્યાસ₹20 લાખ સુધી

SBI Scholarship 2025 માટે પાત્રતા

  • અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ.
  • ગયા વર્ષે ન્યૂનતમ 7 CGPA અથવા 75% માર્ક્સ હોવા જરૂરી.
  • કુટુંબની આવક :
    • શાળા માટે ₹3 લાખ સુધી
    • કોલેજ માટે ₹6 લાખ સુધી
  • SC/ST વિદ્યાર્થીઓને 10% છૂટછાટ અને 25% અનામત.
  • છોકરીઓ માટે 50% રિઝર્વેશન.
  • IIT/IIM સિવાયની કોલેજો NIRF ટોચની 300 માં હોવી જરૂરી.
  • વિદેશી યુનિવર્સિટી QS/THE વર્લ્ડ રેન્કિંગ ટોચની 200 માં હોવી જોઈએ.

એસ.બી.આઈ આશા સ્કોલરશિપ અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો

  • સરકારી ઓળખપત્ર (Aadhaar/પેન/પાસપોર્ટ)
  • શૈક્ષણિક રેકોર્ડ (માર્કશીટ)
  • પ્રવેશ પુરાવો
  • આવક પ્રમાણપત્ર
  • વિદ્યાર્થીનો ફોટો
  • જાતિ પ્રમાણપત્ર (જ્યાં લાગુ પડે)

SBI Scholarship 2025 અરજી પ્રક્રિયા

  1. અધિકૃત વેબસાઇટ ખોલો sbiashascholarship.co.in
  2. તમારા અભ્યાસના સ્તર મુજબનું ફોર્મ પસંદ કરો.
  3. જરૂરી વિગતો ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.
  4. છેલ્લી તારીખ 15 નવેમ્બર, 2025 પહેલાં અરજી સબમિટ કરો.

આવી Latest Goverment Yojana સંબંધિત તાજા અપડેટ્સ અને માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.

Shivam Patel

હું એક કન્ટેન્ટ રાઇટર છું, મને સરકારી યોજનાઓ અને સરકારી નોકરી સંબંધિત લેખ લખવાનો 2 વર્ષથી વધુનો અનુભવ છે. હું ખાસ કરીને ઉમેદવારો માટે નોકરી વિષયક અને ખેડૂતો માટે યોજનાઓ વિશે લેખ લખું છું.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment