SMC Recruitment 2025: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરના ફાયર વિભાગમાં મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. નોકરી શોધી રહેલા યુવાનો માટે આ સારી તક બની શકે છે. આ ભરતી અંતર્ગત કુલ 42 જગ્યાઓ માટે લાયક ઉમેદવારોથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા, અનુભવ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
ભરતીની વિગતો
- સંસ્થા: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)
- વિભાગ: ફાયર વિભાગ
- પોસ્ટ: એડી. ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, ફાયર ઓફિસર, સબ ફાયર ઓફિસર
- જગ્યાઓ: 42
- અરજીની રીત: ઓનલાઈન
પોસ્ટ પ્રમાણે જગ્યાઓ
- એડી. ચીફ ફાયર ઓફિસર – 1
- ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર – 2
- ફાયર ઓફિસર – 16
- સબ ફાયર ઓફિસર – 23
કુલ જગ્યાઓ: 42
લાયકાત અને અનુભવ
- એડી. ચીફ ફાયર ઓફિસર: ફાયર એન્જિનિયરિંગ અથવા ફાયર & સેફ્ટી ડિગ્રી સાથે 14 વર્ષનો અનુભવ (જેમાં 3 વર્ષ ડેપ્યુટી ચીફ તરીકે જરૂરી).
- ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર: ફાયર એન્જિનિયરિંગ/સેફ્ટી ડિગ્રી સાથે ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ.
- ફાયર ઓફિસર: BE/B.Tech (Fire/Fire & Safety) સાથે 3 વર્ષનો અનુભવ.
- સબ ફાયર ઓફિસર: BE/B.Tech (Fire/Fire & Safety) સાથે 1 વર્ષનો અનુભવ.
વય મર્યાદા
- એડી. ચીફ ફાયર ઓફિસર – 45 વર્ષથી ઓછી
- ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર – 45 વર્ષથી ઓછી
- ફાયર ઓફિસર – 35 વર્ષથી ઓછી
- સબ ફાયર ઓફિસર – 35 વર્ષથી ઓછી
પગાર ધોરણ
- એડી. ચીફ ફાયર ઓફિસર: ₹67,700 – ₹2,08,700
- ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર: ₹56,100 – ₹1,77,500
- ફાયર ઓફિસર: ₹39,900 – ₹1,26,600
- સબ ફાયર ઓફિસર: ₹35,400 – ₹1,12,400
કેવી રીતે અરજી કરવી?
- suratmunicipal.gov.in વેબસાઈટ પર જાઓ.
- “Recruitment” વિભાગમાં જઈ “Apply Now” પર ક્લિક કરો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે ઓનલાઈન ફોર્મ ભરો.
- ફોર્મ સબમિટ કર્યા પછી તેનો પ્રિન્ટ આઉટ કાઢી રાખવો.
અરજી પ્રક્રિયા ક્યારે શરૂ થશે?
- SMC ભરતી માટે ઓનલાઈન ફોર્મ 25 સપ્ટેમ્બર 2025 થી ભરવાનું શરૂ થશે અને તેની છેલ્લી તારીખ 9 ઓક્ટોબર 2025 છે.
- અરજી ફક્ત સત્તાવાર વેબસાઈટ પરથી જ કરવી રહેશે: suratmunicipal.gov.in
આવી ભરતી અને કરિયર સંબંધિત તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.









