UPI Transaction New Limits : જો તમે રોજિંદા ઓનલાઇન પેમેન્ટ માટે UPI નો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ જાહેરાત કરી છે કે 15 સપ્ટેમ્બર 2025થી એટલે કે આજથી UPI પેમેન્ટ લિમિટ વધારવામાં આવી રહી છે.
આ નિર્ણયથી ખાસ કરીને એ લોકોને સૌથી વધુ ફાયદો થશે જેમને વીમા પ્રીમિયમ, શેર બજારમાં રોકાણ, ક્રેડિટ કાર્ડ બિલ અથવા ઝવેરાતની ખરીદી જેવી મોટી રકમની ચુકવણી UPI દ્વારા કરવી પડે છે.
કઈ કેટેગરીમાં UPI લિમિટ વધી?
NPCI મુજબ, હવે વીમા, કેપિટલ માર્કેટ, ક્રેડિટ કાર્ડ બિલ, ટ્રાવેલ્સ, ઝવેરાત ખરીદી અને બિઝનેસ/વેપારી વ્યવહારોમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન લિમિટ 5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
- આ કેટેગરી માટે 24 કલાકની કુલ મર્યાદા 10 લાખ રૂપિયા રહેશે.
- ક્રેડિટ કાર્ડ બિલ અને ઝવેરાત માટે 24 કલાકની લિમિટ અલગથી 6 લાખ રૂપિયા રહેશે.
- બિઝનેસ/મર્ચન્ટ પેમેન્ટ માટે કોઈ ઉપલી મર્યાદા નહીં હોય, એટલે વેપારીઓ હવે મોટી ચુકવણી સરળતાથી કરી શકશે.
ટેક્સ પેમેન્ટ અને સરકારી ઈ-માર્કેટ પ્લેસ (GeM)
હવે ટેક્સ પેમેન્ટ અને GeM (Government e-Marketplace) પર પણ પ્રતિ ટ્રાન્ઝેક્શન 5 લાખ રૂપિયાની લિમિટ લાગુ થશે. આથી સરકાર સાથે જોડાયેલા પેમેન્ટ વધુ સરળ બનશે.
સામાન્ય વપરાશકર્તાઓ માટે શું બદલાશે?
- વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) સામાન્ય ટ્રાન્ઝેક્શનની મર્યાદા જેમ હતી તેમ જ રહેશે.
- એટલે કે, એક વખતમાં તમે વધુમાં વધુ 1 લાખ રૂપિયા જ મોકલી શકશો.
શા માટે વધારવામાં આવી UPI લિમિટ?
NPCI અનુસાર, આજે UPI સૌથી વધુ ઉપયોગ થતું પેમેન્ટ માધ્યમ છે. નાના ખર્ચથી લઈને મોટા રોકાણ સુધી લોકો હવે UPI પર આધાર રાખે છે. વધુ રકમના ટ્રાન્ઝેક્શન સરળતાથી થઈ શકે તે માટે આ નવી લિમિટ નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ITR Update 2025: ટેક્સપેયર્સ માટે મોટી ખબર! શું ફરીથી લંબાશે ITR ફાઈલિંગની તારીખ? જાણો તાજું અપડેટ
UPI Transaction New Limits : કેટેગરી પ્રમાણે નવી લિમિટ (15 સપ્ટેમ્બર 2025થી)
| કેટેગરી | પ્રતિ ટ્રાન્ઝેક્શન લિમિટ | 24 કલાકની કુલ લિમિટ |
|---|---|---|
| કેપિટલ માર્કેટ (રોકાણ) | ₹5 લાખ | ₹10 લાખ |
| વીમા પ્રીમિયમ ચુકવણી | ₹5 લાખ | ₹10 લાખ |
| સરકારી ઈ-માર્કેટ પ્લેસ (GeM) | ₹5 લાખ | ₹10 લાખ |
| ટ્રાવેલ્સ | ₹5 લાખ | ₹10 લાખ |
| ક્રેડિટ કાર્ડ પેમેન્ટ | ₹5 લાખ | ₹6 લાખ |
| ઝવેરાત ખરીદી | ₹5 લાખ | ₹6 લાખ |
| બિઝનેસ/મર્ચન્ટ પેમેન્ટ | ₹5 લાખ | કોઈ મર્યાદા નહીં |
| કલેક્શન | ₹5 લાખ | ₹10 લાખ |
| FX રિટેલ (BBPS દ્વારા) | ₹5 લાખ | ₹5 લાખ |
| ડિજિટલ ખાતું ખોલાવવું | ₹5 લાખ | ₹5 લાખ |
| ડિજિટલ ખાતું ખોલવું – પ્રારંભિક ભંડોળ | ₹2 લાખ | ₹2 લાખ |
એટલે કે, હવે મોટી રકમની ચુકવણી માટે તમને ચેક કે નેટબેન્કિંગનો સહારો લેવાની જરૂર નહીં પડે, માત્ર UPIથી જ કામ થઈ જશે!
આવી Latest News સંબંધિત તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.












1 thought on “UPI Payments Limit : આજથી UPI દ્વારા કરી શકાશે 5 લાખ સુધીનું ટ્રાન્ઝેક્શન, જાણો નવી UPI લિમિટની સંપૂર્ણ વિગતો”