Vadodara Bharti 2025 (વડોદરા ભરતી 2025) : જો તમે વડોદરામાં રહેતા હો અને સારી નોકરીની શોધમાં છો તો તમારા માટે સુવર્ણ તક આવી ગઈ છે. પ્રાદેશિક કમિશનર, નગરપાલિકા કચેરી, વડોદરા ઝોન દ્વારા પ્રોજેક્ટ ઈજનેર (GUDC)ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પડી છે. ખાસ વાત એ છે કે આ માટે કોઈ પરીક્ષા નહીં લેવાય, માત્ર લાયક ઉમેદવારની પસંદગી કરી 11 મહિનાના કરાર આધારિત નિમણૂંક આપવામાં આવશે.
Vadodara Bharti 2025ની મુખ્ય વિગતો
- સંસ્થા : પ્રાદેશિક કમિશનર, નગરપાલિકા કચેરી, વડોદરા ઝોન
- પોસ્ટ : પ્રોજેક્ટ ઈજનેર (GUDC)
- જગ્યા : 2
- ઉંમર મર્યાદા : મહત્તમ 36 વર્ષ
- નોકરીનો પ્રકાર : 11 માસ કરાર આધારિત
- પગાર : ₹50,000 પ્રતિ માસ (ફિક્સ)
- અરજી મોડ : ઓફલાઈન
- જાહેરાત તારીખ : 10 સપ્ટેમ્બર 2025
- છેલ્લી તારીખ : જાહેર થયાના 10 દિવસની અંદર અરજી મોકલવી
શૈક્ષણિક લાયકાત
- પોસ્ટ ગ્રેજ્યુએટ (સિવિલ એન્જિનિયરિંગ) સાથે 5 વર્ષનો અનુભવ
અથવા - BE (સિવિલ) સાથે 7 વર્ષનો અનુભવ
અથવા - ડિપ્લોમા (સિવિલ) સાથે 10 વર્ષનો અનુભવ
અરજી ક્યાં અને કેવી રીતે કરવી?
લાયક ઉમેદવારોએ પોતાની સંપૂર્ણ વિગતો, મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી અને તમામ પ્રમાણિત દસ્તાવેજો સાથેની અરજી રજીસ્ટર એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવી રહેશે.
આ પણ વાંચો : GSRTC માં ભરતી! અમદાવાદ વિભાગમાં ITI પાસ ઉમેદવારો માટે એપ્રેન્ટિસશિપની તક, જાણો તમામ વિગત
સરનામું:
પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી
વડોદરા ઝોન, છઠ્ઠો માળ, વુડા ભવન,
એલ એન્ડ ટી સર્કલ પાસે, કારેલીબાગ, વડોદરા
નોંધ: અરજી મોકલવાની છેલ્લી તારીખ જાહેરાત થયાના 10 દિવસની અંદર છે. સમય મર્યાદા બાદ મોકલેલી અરજી માન્ય ગણાશે નહીં.
આવી ભરતી અને કરિયર સંબંધિત તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.










